આત્મવિશ્વાસ
આત્મવિશ્વાસ
અમાપ આત્મવિશ્વાસને હારે લઈ નીકળતાં
મંઝિલ પણ માફી માંગી લે છે,
મહાપુરુષો સાક્ષી છે તેના કે તે
તો ઍવરેસ્ટને પણ ટૂંકાવી દે છે,
મુકામને ક્યાં ખબર હોય છે કે ત્યાં
'નીલ' પહોંચશે કે 'નીલ' થશે,
આત્મવિશ્વાસનાં ઓળામાં તો
મુકામ પણ ઝૂકી જાય છે.
