STORYMIRROR

Chaitanya Joshi

Drama Inspirational Thriller

3  

Chaitanya Joshi

Drama Inspirational Thriller

આત્મસન્માન.

આત્મસન્માન.

1 min
26.4K


જ્યાં થયું હોય અપમાન ત્યાં પાછું જવાય નહીં,

જ્યાં ઘવાતું હોય સ્વમાન ત્યાં પાછું જવાય નહીં,


ભલેને હોય ઊંચાઈ એની અંબરને આંબનારીને,

ચાહે ગમે તેટલા હો મહાન ત્યાં પાછું જવાય નહીં,


જરુરિયાત હોય કદી એમની તોય ચલાવી લેવાનું,

નહિ રાખવાનું નીચું નિશાન ત્યાં પાછું જવાય નહીં,


સ્વમાન શિરથીય અધિક છે જગતમાં વ્યક્તિનું,

એના વિના છોને થતું વેરાન ત્યાં પાછું જવાય નહીં,


છીછરાને માટીપગા મળનારા દુનિયામાં ઠેરઠેર,

આપણે જાળવવું સન્માન ત્યાં પાછું જવાય નહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama