STORYMIRROR

Chaitanya Joshi

Fantasy Inspirational

3  

Chaitanya Joshi

Fantasy Inspirational

આત્મબોધ.

આત્મબોધ.

1 min
14.3K


ભૂતકાળના અનુભવને મમરાવ તું!

એમાંથી તારી ભૂલોને શોધી લાવ તું!

અનુભવ અતીતનો ના એળે જનારો,

સુધારવા મનોબળ તારામાં પ્રગટાવ તું!

મન તો રહ્યું અડવીતરું સદા તરંગી,

એને સાચા રસ્તે ચાલવા સમજાવ તું!

સંકલ્પ વિકલ્પ છે સ્વભાવ મન તણો,

ના એને કર કેન્દ્રિત તારા અભાવ તું!

પતનના હોય પંથ ઝાઝા ઉન્નતિનો એક,

પગ પારોઠ ભૂલથીને સત્યમાં

આવ તું!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy