આશ
આશ


પૂર્ણ થયો એક દિવસ આજ નો,
ને સમાપ્ત થયો એક અહેસાસ,
કોઈ નાં આવ્યું આજે પણ છતાં,
અમને તો આવી ગઈ એની યાદ,
રાખી હતી એક આશ દિલમાં કે,
કદાચ આજે હશે એની મુલાકાત,
બનશે એક ક્ષણ મારી નસીબદાર,
યાદ આવ્યું કે એવી કયાં હોય વાત,
ફરી ઉગશે એક દિવસ એવો કાલે,
ફરી જન્મશે એના મિલનની આશ.