STORYMIRROR

'Sagar' Ramolia

Romance

4  

'Sagar' Ramolia

Romance

આશ જાગે છે

આશ જાગે છે

1 min
536

આશ તો એક તારી જાગે છે,

એષણા રોજ મારી જાગે છે,


શૂન્યતાની વચાળે બેસીને,

કલ્પના કોઈ ધારી જાગે છે,


ભીંત રોતી પછાડીને માથું,

ખુદની ક્યાં કોઈ બારી જાગે છે ?


ને છવાયો મસાણે સન્નાટો,

ત્યાં ચિતા એક ઠારી જાગે છે,


આંસુ આવ્યા કરે 'સાગર' આંખે,

પાંપણો ત્યારે ખારી જાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance