STORYMIRROR

Mahendra Rathod

Drama

3  

Mahendra Rathod

Drama

આરપાર નીકળી ગયો..

આરપાર નીકળી ગયો..

1 min
491



વાયરા સંગાથે રમતો તો રમત અથડાવાની,

પડ્યો પડછાયો તારો તો આરપાર નીકળી ગયો,


પગલાનો રણકાર તારો તો સંભળાયો ઓચિંતો,

પગલાં ચાલ્યાં આગળ ને હું પાછો વળી ગયો,


અજવાળી રાત વેરાન થઈને બેઠી'તી એકલી,

અણસાર જણાયો તારો ત્યાં સફાળો થઈ ગયો,


ઉઘાડી બારીઓ આમતેમ વીંઝાઇ ને અથડાતી,

ભીતરના અંધારે ઓરડે હૈયામાં ઉજાસ થઇ ગયો,


તૂટીને ભીતરથી વિખરાઈ ગયો એકલો અહીંતહીં,

જીવનનો આ સાગર મારો અવતાર થઇ ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama