આપત્તિ ના નામ છે અનેક
આપત્તિ ના નામ છે અનેક
આપત્તિ નામ છે અનેક કઈ આપત્તિને યાદ કરું હું
આપત્તિના સ્થળ છે અનેક ક્યાં સ્થળને યાદ કરું હું
ધરતી ધ્રુજાવતી ને ધરતીને ધૃણવતી
ભૂકંપની આ આપત્તિ છે ભયાનક
કઈ આપત્તિને યાદ કરું હું
ઘરોને ડુંબાડતી ને માણસોને તાણતી
પૂરની આપત્તિ છે પર્ચંડ
કંઈ આપત્તિને યાદ કરું હું
વંટોળે ચડતી ને વુક્ષોને પાડતી હવાને હણતી
વાવાઝોડાની આપત્તિ છે વિનાશક
કંઈ આપત્તિને યાદ કરું હું
વુક્ષોને સળગાવતી ને વન્ય સંપતિને બાળતી
દાવાનળની આપત્તિ છે દયનીય
કંઈ આપત્તિ ને યાદ કરું હું
દરિયાને ડોલવતી ને મોજાને મચોડતી
ત્સુનામીની આપત્તિ છે તકલીફવાળી
કંઈ આપત્તિ ને યાદ કરું હું
