આપણી મુલાકાત
આપણી મુલાકાત
આપણી મુલાકાત એક યાદગાર પ્રસંગ હતો.
જાણે બે વ્યક્તિ વચ્ચેનો સુંદર સત્સંગ હતો.
એકમેકથી સાવ અજાણ ત્યારે હતાં આપણે બંને,
ખાસ હેતુથી ઇશ્વરે સર્જેલો આપણો એ સંગ હતો.
પ્રકૃતિ પણ પૂરબહારમાં જાણે ખીલી ગઈ હતી.
બંનેના દિલમાં કંઈક અનોખો ઉછળતો ઉમંગ હતો.
આપણું પૃથ્વી પર હોવું જાણે સાર્થક લાગ્યું'તું. આસમાનમાં સંધ્યાનો ખીલ્યો કેસરીયો રંગ હતો.
યાદ છે હજુયે વર્ષો પહેલાંની એ સુંદર ઘડી આજ.
આપણા આ મિલનથી સનમ જમાનો પણ દંગ હતો.