આપણી દોસ્તી ની યાદો
આપણી દોસ્તી ની યાદો
આપણે ભલે ને આંખોથી,
દુર ગમે તેટલાં રહ્યા પણ,
દિલમાં તો યાદોની,
પગલીઓ હરવકત થાય છે,
એવા કેટલાય ખાટામીઠા સંભારણા,
ભર્યા છે આપણાં બાળપણના,
અત્યારે જીવવા માટે એ,
ખાટીમીઠી યાદોનો સંભારણા જીવંત છે,
પ્રેમ દોસ્તી સગાસંબંધી,
ને વળી તારા જેવી સ્નેહાળ સખી,
બળબળતા તાપમાં બની,
મીઠી છાય આ તમામ યાદો છે,
નથી આજ સાથ કોઈનો બે ડગ,
સાથે ચાલવાનો સમય તો શું થયું,
ભાવનાઓ ભરેલી વીતેલી,
લાખો ક્ષણોની યાદોનો કાફલો સાથે છે,
હું ફરિયાદ કરુ તને ઓ જગવિધાતા,
ફરી અવતાર અને ફરી આજ સખીઓ દે જે,
જીંદગી જીવવા માટે ગુજારેલા સમયની,
એ મીઠી યાદ બહુ છે.
