આપણે તો મોજમાં રહેવાનું
આપણે તો મોજમાં રહેવાનું


આ દિવસો પણ વીતી જશે, આપણે તો મોજમાં રહેવાનું,
જે થવાનું છે થઈને રહેશે, મોજથી જીવન જીવવાનું.
ભલે ને અસ્ત થયો સૂરજ, કાલે એ ફરી ઉગશે,
ફિકર શું કરવી ? મળ્યું છે જીવન તો એને માણવાનું.
ભલે ને હોય ગમે તેવી પાનખર, કાલે વસંત અચૂક આવશે,
બસ આપણે તો સદા ફૂલ બની મહેકતા રહેવાનું.
ભલે ને હોય આજે કાંટા ભરી આપણી ડગર,
મળી જશે એક 'દી મંઝિલ, આપણે તો ચાલ્યેજ રાખવાનું.
સમય તો છે નદી જેવો સદા વહેતો જ રહેવાનો,
આપણે પણ સમય સાથે વહ્યા જ કરવાનું.
આજે ભલે દુઃખ હોય, કાલે સુખનો સંદેશો લઈને આવશે સવાર,
આપણે તો મોજમાં રહેવાનું,કાયમ શું કામ રડવાનું ?
કરે છે ગતિ આ બધા ગ્રહો, ગતિ કરે છે આ પૃથ્વી પણ,
આપણે પણ આ ઈશ્વરની દુનિયામાં ભ્રમણ કરવાનું.
દુઃખ સુખ તો આવશે ને જશે, કશુંય કાયમ ક્યાં રહેવાનું !
મોજથી જીવવાનું,આમ મરી મરી ને શું જીવવાનું ?