આંસુની ધાર વહી ગઈ
આંસુની ધાર વહી ગઈ
હું પાસ તારી તોયે,
એ પળ ભીની ન થઈ !
હદય એવું તૂટ્યું કે,
ધડકન ધબકી ગઈ
ને આંસુની ધાર વહી ગઈ !
હું તો જાઉં રીસાઈ ને,
મનાવે તું કેવું ? એજ તલપ !
જગાવી મેં આશ અંતરની,
તોયે ન મળી મુજને ઝલક!
ને આંસુની ધાર વહી ગઈ !
માંગુ હું તો તારી જ પાસે,
એવો છે રુઆબ હક્કનો મુજને !
ચપટી માંગુ ને તું આપે ખોબોભરી,
નયન તરસે મોહતાજભરી નજરે તુજને!
ને આંસુની ધાર વહી ગઈ !
હું કંઈ ન બોલું ને,
તું તો સમજી જાય સાનમાં,
પ્રેમમાં તો થઈ જાય એવુ,
નિખરીએ એકબીજાના માનમાં,
ને આંસુની ધાર વહી ગઈ.
હવે તો હું પણ ભાનમાં,
ને રહું એક જ વાતમાં,
હોય જ્યાં મૂલ્ય આંસુનું,
ત્યાં જ એ સરી પડે માનવજાતમાં,
ને આંસુની ધાર વહી ગઈ !
આવી પડેલા અનહદ સંકટોને,
કરી શકું હું સહન !
‘સ્વ’ ને જ ચાહીને કરું હું,
દર્દ-પીડાનું દહન !
ને આંસુની ધાર વહી ગઈ.