STORYMIRROR

kusum kundaria

Drama

2  

kusum kundaria

Drama

આંસુ

આંસુ

1 min
199


આંસુ આમ તો પાણી જેવું પાણી હોય છે.

સમજી શકો તો હૃદયની એ વાણી હોય છે.


ભાવ શુધ્ધ હોય તો લાગે છે એ ગંગાજળ.

લાગણીમાં સદાય વહેતા રહે છે એ પળ પળ.


કદી એ જો છેતરે કપટીની આંખેથી વહી વહીને,

સમજાય એ સમય જાય પછી જ રહી રહીને.


હર્ષના આંસુને પણ જો ક્યાં રોકી શકાય છે કદી,

પાબંદી પરાણે એના પર ના ઠોકી શકાય છે કદી.


એક-એક ભાવને રજૂ કરી દે, વાત ન છુપાવી શકો.

દિલ સ્વજનોનું આંસુ થકી ક્યારેક દુભાવી શકો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama