આંસુ
આંસુ
વહાવીશ ના તું આંસુ તે તાકાત મોતી બનવાની ધરાવે છે,
એની કિંમત સામે તો અમીરો પણ સર્વસ્વ લૂંટાવે છે.
વ્હાવ્યા જો તે બેસબબ તો છે એ ફિરાક તારો ને મારો,
કિંમત એ બેસબબ આંસુની અમીરને પણ હરાવે છે.
આંસુ બને મોતી જો એને થાય દિદાર તારો,
"નીરવ" દામન મહબૂબાનું એને મોતી બનાવે છે.
