આંસુ
આંસુ


કહું 'તું 'એટલે વહેતું અમૂલું આંસુ,
હા! કાયમનું જ કમોસમી ચોમાસું.
ઉભરાય જતું આંખોની કોરમાં ને,
રેલાય જતું ભાવે ગાલે અભિલાષું.
વરસી પડે કયારેક તો ધડામ દઈને,
કયારેક સાવ પાંપણોમાં છુપે ખાસ્સું.
ક્ષણ એકમાં અપાર આનંદ આપી દેતું,
ને જોને બીજી પળે પલટી નાખે પાસું.
સાંકળો સઘળી આમ કાચી ઠરી જતી,
વિચારું કયા મજબૂત બારણે એને વાસું!