આંખોની જેલ તોડી આંસુ ભાગ્યું
આંખોની જેલ તોડી આંસુ ભાગ્યું
હૈયું તૂટ્યું ને આંખેથી અશ્રુ સર્યું,
ના કોઈ મારું જોયેલું સપનું ફળ્યું,
ના કોઈ મારું પોતાનું મળ્યું,
એ જ દુઃખમાં આંખે અશ્રુ ખર્યું,
મીઠી વાણી છતાં, ના કોઈ હૈયું ગળ્યું,
મીઠી લાગણી આપી, છતાં ના કોઈ મારું થયું,
એટલે જ આ આંખેથી ઝરણું વહ્યું,
ગમતીલું ના કોઈ મારું થયું,
એટલે જ હોઠે કોઈ ગીત ના ચડ્યું,
ના મને મારું કોઈ પોતાનું જડ્યું,
એટલે જ આ અશ્રુ મહેમાન બની આવી ચડ્યું,
તલવાર બની કોઈનું મેણું વાગ્યું,
એટલે જ આ મારું હૈયું રડ્યું,
આ આંખોની જેલ તોડી આ આંસુ ભાગ્યું.
