આંખો તો
આંખો તો
આંખો દર્શન થકી પાવન થાય છે,
કાન ચેહર રટણથી પવિત્ર થાય છે,
ગોરના કૂવે જવાથી પગ પાવન થાય છે
હાથ જોડી પ્રાર્થના થકી પવિત્ર થાય છે,
મન ચેહર રટણથી જ શુધ્ધ થાય છે,
ભાવનાભર્યા ભાવ મા સાંભળે છે,
મોં ચેહર રટણ કરવાથી જ શોભે છે,
ધૂપની સુગંધ થકી નાકની શોભા છે,
હૃદયનો ધબકાર ચેહર થકી જ છે,
શીશ ચેહર ચરણમાં ઝૂકવા માટે છે.