STORYMIRROR

Bharat Thacker

Romance

4  

Bharat Thacker

Romance

આંખો પર ‘આંખે દેખ્યો અહેવાલ’

આંખો પર ‘આંખે દેખ્યો અહેવાલ’

1 min
454

ચાર થઈ ગઈ આંખો અને ચહેરો થયો શરમથી લાલ છે

આજે વાંચો, આંખોનો મે આપ્યો, ‘આંખે દેખ્યો અહેવાલ’ છે,


આંખોની મસ્તી, આંખોની શરારતની દરેકની હોય છે પોતાની દુનિયા

આંખોની મસ્ત મસ્તીનો છું ચાહક અને ગમતાનું કર્યું ગુલાલ છે,


આંખોના કામણ, આંખોના નશાની વાત છે નિરાલી

કાતિલ આંખોના તીર, આગવી રીતે કરે હલાલ છે,


ઝૂકતી જતી આંખો સામે ઝૂકતું જતું હોય છે દિલ

આંખોથી ગુફતગૂ કરતા લોકોની, ચકચૂરભરી લય તાલ છે,


સાગરની છીપમાં છૂપાયું હોય છે, મસ્ત મઝાનું મોતી

તો આંખોની છીપમાં સમાયેલ મોતીની, કામણગારી કમાલ છે,


તરતા તો આવડે છે, પણ ડૂબતા જવાની મઝા છે અલગ

આ ડૂબવાની પાયમાલી તો જુઓ, કેટલી માલામાલ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance