આંજણ નથી
આંજણ નથી
આંખમાં આંજ્યું કદી આંજણ નથી,
ને નજરમાં ત્યાં ભળ્યું કામણ નથી,
જીવ પ્યાસો હોઠ ઉપર નામ એક,
ને તરસ અનહદ છતાં કારણ નથી,
એ પરિક્ષા પાસ કરવી જોઈએ,
મન ઉપર કંઈ હવે ભારણ નથી,
કર મહેનત આવ આગળ તું પછી,
વાતમાં સાચે હવે ધારણ નથી,
છે અધૂરી એક વાર્તા પૂરી કર,
આવશે નાયક હવે તારણ નથી,
આંખમાં સપનું સમાયેલું પછી,
હૃદયમાં નાનુંય એવું રણ નથી,
રામ નામે આજ પથ્થર પણ તરે,
જીવતો મનના ખૂણે રાવણ નથી ?
