આંગણિયે પૂર્યા ચોક
આંગણિયે પૂર્યા ચોક


પગમાં છે ઉંબરો, માથે આ ટોડલો,
ભીંતલડી ભરી આભલિયે આંગણિયે પૂર્યા ચોક રંગ રાજ
માથે આ ટોડલો, માથે આ ટોડલો, પગમાં છે ઉંબરો,
પગમાં ઝાંઝરડી, માથે છે ટીલડી,
ભીની છે આંખડી ભરવાના ઓરતા નવરંગે આ ભવમાં,
માથે છે ટીલડી, માથે છે ટીલડી, પગમાં ઝાંઝરડી,
દિલમાં છે ઓરતા, પૂરવાને રંગ આ,
લીંપ્યું ઓસરીએ છાંટી અબીલ ને ગુલાબ પૂર્યા ચોક રંગ રાજ,
પુરવાને રંગ આ, પુરવાને રંગ આ, દિલમાં છે ઓરતા.