આંગણામાં
આંગણામાં
લોક સામે કો'દી ના ખોટો પડે,
જાણવાની ખુદને જો ટેવો પડે.
મેલ ભીતરનો પ્રથમ ધોવો પડે,
ખુદમાં ઈશ્વરને પછી જોવો પડે.
જાણી લીધો ભેદ જીવનનો બધો,
વૃક્ષથી માનવ અહીં નોખો પડે.
પામવાનું હોય જો કાંઈ અહીં,
જિંદગીનો સામનો કરવો પડે.
ખુદને જો રાખો તમે તડકામાં તો,
આંગણામાં રોજ પડછાયો પડે.
મંદિરે 'ધબકાર' ઈશ્વર ના મળે,
ઈશને તો ભીતરે જોવો પડે.
