આમ્રમંજરી
આમ્રમંજરી
બાગમાં ખીલી ગુલાબી ઠંડી ને શિશિર આવી
આમ્ર વૃક્ષે ક્યાંથી આ લીલેરીસી ચમક આવી,
હેમંતમાં રજત તાપે તપ્યા હરિત આમ્ર પર્ણ
પર્ણ પર મંજરી મહેકી શોભે છે રુડી શ્વેત વર્ણ,
શીતળ વાયુ તણી લહેરો વહેતી આમ્ર ચરવા
અતિ વેગ વ્યાપ્યે ખિન્ન મંજરી લાગી ખરવા,
દેખી શાંત પડ્યો સમીર વસંતના વધામણે
મંજરી મહીં નિપજ્યા હરા આમ્રબાળ કામણે,
બાગમાં ખીલી ગુલાબી ઠંડી ને શિશિર આવી
આમ્રમંજરી વસંત આવ્યે શું રસથાળ લાવી.