આમ ના બહેલાવ
આમ ના બહેલાવ
આંખો માં આવી ને
તું રોજ મને આમ ના
બહેલાવ,
નથી આ સમય મારો કે તારો
દૂરી માઈલોની છે
અંતર ની નથી
શરીર મન ભલે હોય પાસે,
આત્મા હોય ભલે ને એક
મળવું તો શક્ય નથી
પછી શાને રિશ્વત આપે
આવી આવી ને રોજ સપના માં,
હું તો રોજ કરગરુ આ ઈશ્વર ને
નથી તું નસીબ માં તો શાને
આટલું વ્હાલ અપાવે ?
નઠારી જો હોય ઉમ્મીદો તો
શાને ચિનગારી આશાની જગાવે
શું આમ વ્યાજબી છે ?
કોઈ ના હૃદય થી રમવું?
બહુ નસીબથી મળે છે લાગણીઓ
તો શાને રમે લાગણીઓથી,
પ્રેમ તો બહુ કિંમતી છે
તો શાને નીચો પાડે પ્રેમ ને
હિંમત ના હતી હાથ થામવાની
તો શાને હાથ પકડ્યો મારો !