આમ જ
આમ જ
આમજ હું થતી હેરાન,
ને મનને સમજાવતી,
આ જીવન છે આ બધું ચાલ્યા કરે
કર તું ફક્ત તારુ કર્મ,
અહીં રાખે હૃદયમાં કંઈ ને,
ચેહરા પર કંઈક બીજું જ બતાવે છે,
મારું રાખ્યું દિલ સાફ, તોયે,
દુઃખી થાતી બધાથી વધારે હુંજ,
તોયે હું છોડીશ નહીં સાથ સચ્ચાઈનો,
આખી જિંદગી અહીં,
છો થતી હું બદનામ અહીં,
પરવાહ નથી મને જગની અહીં,
આમ જ વિશ્વાસથી હું મારી રીતે,
જિંદગીને જીવતી અહીં,
કોઈ નહીં દે સાથ, કોઈ કોઈનું નથી,
સ્વાર્થી જગમાં અહીં,
એ દિલ કોઈ ભલેને ના કરે,
તારી કદર આ જગ મહીં,
દેજે તું સૌને માન દિલની,
ભાવનાઓના ભાવ મહીં.