Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

ilaben Joshi

Tragedy

4  

ilaben Joshi

Tragedy

આળું મન

આળું મન

1 min
260


ન બોલવું ગમે, ન બોલાવે તે ગમે,

આડી અવળી પ્રવૃત્તિમાં મનને જાણે હું વાળું,


આળું કહું કે સુંવાળું મન થયું છે જાણે મારું.


મોટી મજલ કાપવી, પ્રવાસ પણ મોટો ખરો,

પૂર્વ તૈયારી કરવામાં મન દ્રવીને થયું આળું,


આળું કહુ કે સુવાળું મન થયું છે જાણે મારું. 


નથી મનને મારી શક્તી, નથી તેને ખીલવી શકતી,

નથી ખબર શું કરવું મારે, પાંપણ પલળે આંસુ ખાળું,


આળું કહું કે સુંવાળું મન થયું છે જાણે મારું. 


વૈરાગ્યનો ભાવ ભરાય છે, શું લાવી ? લઈ જવું શું ? 

બધું અહીંનું અહીં મૂકીને, એક પળમાં સફર ભાળું.


આળું કહું કે સુંવાળું મન થયું છે જાણે મારું.


 મોહનો તાંતણો કહું, કે આત્માનો અનુરાગ. 

અંગતની વિદાયથી, દ્રવતા તન-મનને હું ભાળું.


 આળું કહું કે સુંવાળું મન થયું છે જાણે મારું,


હંમેશાથી ગમતું, નામ સ્મરણ, અણગમતું થયું,

આઠે પહોર આનંદમાં રહેતું મન, થયું છે આજ વિષાદવાળું,


 આળું કહુ કે સુંવાળું મન થયું છે જાણે મારું.


Rate this content
Log in