આખરી મંઝિલ
આખરી મંઝિલ
આખરી મંઝિલને પામવા પહેલા જરા
પાછળ વળીને જોઈ લેવા દે,
પેટે પાટા બાંધી ઉછેર્યા છતાં દૂર થયા,
તેમને યાદ કરીને રોઈ લેવા દે,
રોજે અશ્રુઓથી ભીંજાય છે ચાદર મારી,
સ્વજનોથી આ સ્મરણો છૂપાઈ લેવા દે,
દુષ્કર સ્મરણોને સંતાપના તાપ વડે તપાવી,
આંસુ વડે એમણે મોઈ લેવા દે.

