આખરી ગુલાબ
આખરી ગુલાબ
મારા રોમેરોમમાં મહેકે છે પ્રેમની સુવાસ,
ને તારા દિલમાં પણ મહેકી જશે આખરી ગુલાબ,
મારા શબ્દોમાં નીતરે છે તારા પ્રેમની મીઠાશ,
ને તારા પ્રેમની સાક્ષી રૂપ રહેશે આખરી ગુલાબ,
મારા હૈયામાં ધડકે છે ફરી તને મળવાની આશ,
ને તારા દિલનો ધબકાર બનશે આખરી ગુલાબ,
તેજબિંદુના સ્નેહમાં મહેકે છે તારા શ્ચાસની સુવાસ,
આપણા સંબંધોના અહેસાસમાં છે આખરી ગુલાબ.