આકાશ
આકાશ


ગરીબોનું છત્ર છે આકાશ,
ના પૂછો આ નિરાધારોનો
આધાર છે આકાશ....!
ખેડૂતો માટે વર્ષા વરસાવતો,
આજીવિકાનો આધાર છે
આકાશ....!
સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો, ગ્રહોનો,
અણમોલ ખજાનો છે
આકાશ.....!
દિવસ-રાત્રીની રમત રમાડતો,
જીવનચક્રનો આધાર છે
આકાશ....!
પંખીઓને સ્વતંત્ર મુક્ત
વિહરવાનો,
નિર્ભય પર્યટન છે આકાશ....!
ટૂંકું કર્યું આ વિશ્વનું અંતર,
વિમાને ઉડાન ભરીને...!
ઝડપી અંતર કાપે વિમાન,
આકાશની છત્રછાયાથી....!
આ સમયનું મૂલ્ય સચવાય,
આકાશની છત્રછાયાથી.....!