STORYMIRROR

Sejal Ahir

Romance

4  

Sejal Ahir

Romance

આકાશ

આકાશ

1 min
285

ટમટમતા તારા, ચંદ્રથી સોહામણું, લાગે છે આકાશ

રાત્રીના પ્રહરે નીરખું રળિયામણું લાગે છે આકાશ,


મંદ મંદ પવનોમાં જુની યાદો આંખ સામે તરી આવે,

પળ પળના અહેસાસથી અજાણું લાગે છે આકાશ,


ઝરણાંના વહેતા નીરથી કુદરતનો અદ્ભુત નજારો,

પ્રણયના બંધનથી ગાઢ વિશામણું લાગે છે આકાશ,


અજવાળી પૂનમની રાતે પહેલી મુલાકાત થઈ હતી,

ચાંદના મુખને નિહાળવા ઉગમણું લાગે છે આકાશ,


વિચારોના વમળમાં ભાવેશ નભને નિહાળતી રહી,

અમાસના ઘનઘોર અંધકારમાં ડરામણું લાગે છે આકાશ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance