આઝાદી
આઝાદી
નથી સાવ મફતમાં કંઈ મળી છે આઝાદી
જીવ ઘણા આપ્યા ત્યારે જડી છે આઝાદી,
વીર શહીદોના લોહીથી થઈ છે તરબોળ
એ રક્તનાં રંગમાં જઈ ભળી છે આઝાદી,
સંતાનોનું મુખ જોવા તરસી માંની આંખો
એ આંખોને જોઈ, ખૂબ રડી છે આઝાદી,
ઘણા બલિદાનો પછી, મળી છે આપણને
ક્યારેક તો તોલો, કેટલામાં પડી છે આઝાદી.
