આજ વરસાદે ખૂબ દીધ્યું
આજ વરસાદે ખૂબ દીધ્યું
જેવી નકર તેવી વીત્યું,
આજ વરસાદે ખૂબ દીધ્યું,
કોઈ તણાયું, કોઈ ડૂબ્યું,
ગામ-શહેર જાણે બેટ બન્યું;
કૂતરું ભરાયું વાળી ટૂટ્યું,
આજ વરસાદે ખૂબ દીધ્યું,
બચાવવાવાળા સાબદા થયા,
આફત સામે લડવા ગયા;
હોડી ચાલી, હેલિકોપ્ટર ઊડ્યું,
આજ વરસાદે ખૂબ દીધ્યું,
આવે ત્યારે હાકોટિયા કરે,
બાકી તો ખૂબ લજાઈ મરે;
દાંત ભીંસી-ભીંસીને ઝીંક્યું,
આજ વરસાદે ખૂબ દીધ્યું.
