આજ જલાવીએ
આજ જલાવીએ
આજ જલાવીએ દીપક ને અંધકારને ભગાડીને
આજ મનાવીને મહેનત ને મહાન તાને ઊગાડીને,
આજ વાવીએ આનંદ ને આળસ ને મરડીને
આજ મેળવીએ રાહત ને સંતોષ ને સાચવીને,
આજ પ્રગટાવીએ પ્રેમ ને પળવાર ને કાજ
આજ વલોવીએ વિચાર ને સંબંધોને સાથ,
આજ રેલાવીએ રિવાજો ને રાજી રેવાને સાથ
આજે પામીએ પંથ ને સહકારના મૂલ્યને હાથ,
આજ ઊગાડીએ મોસમને મળવાને નામ
આજ જીવાડીએ જીવનને સંબંધ ને કામ.
