STORYMIRROR

Sunita Mahajan

Inspirational

4  

Sunita Mahajan

Inspirational

આજ અમાસ અજવાળી

આજ અમાસ અજવાળી

1 min
329

આજે મારા હૈયામાં દિવાળી

મેં તો પૂરી રંગોળી રૂપાળી,

મેં તો સજાવી દીવડાની દીપમાળા

મારા દિલડામાં થયાં અજવાળાં,

મારે ઘેર પધાર્યા શ્રી રામ વનમાળી

સાથે આવ્યાં જાનકી રૂપાળી,

આજ તો અમાસ અજવાળી,


મોતીડાં લઈને રામજીને વધાવું

પ્રભુજીને પગલે ફૂલડાં વેરાવું

દિવ્ય બની આંખલડી મારી

મારે ઘેર પધાર્યા શ્રી રામ વનમાળી

આજ તો અમાસ અજવાળી,


ઘારી ધરાવું ને ઘૂઘરા ધરાવું

સાથે ધરાવું મીઠી સુંવાળી

સેવ ધરાવું ને મઠિયાં ધરાવું

સાથે ધરાવું ચકરી કાંટેરી

જમુનાજળની ઝારી ધરું અજવાળી,

મારે ઘેર પધાર્યા શ્રી રામ વનમાળી,

આજ તો અમાસ અજવાળી,


મેં તો પ્રગટાવી ભક્તિની દીપમાળા

રોમે રોમે ઝગમગ્યા જ્ઞાનના અજવાળાં

આજે પાવન થઈ છે કુટીર મારી

મારે ઘેર પધાર્યા શ્રી રામ વનમાળી

આજ તો અમાસ અજવાળી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational