STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Romance Inspirational Others

3  

Minaxi Rathod "ઝીલ"

Romance Inspirational Others

આહિસ્તા આહિસ્તા

આહિસ્તા આહિસ્તા

1 min
152

શબ્દો વગર સઘળું જતાવું આહિસ્તા આહિસ્તા,

તારી ધડકન બનીને ધડકવું આહિસ્તા આહિસ્તા !


સ્પર્શે એ આંખોથી અને આ હૈયું વિહવળ હોય,

નીતરતી લાગણીમાં ભળવું આહિસ્તા આહિસ્તા !


આ ઇશ્ક ભીની મૌસમ આ ફિઝામાં બહાર હોય,

જજબાત ને થોડું નૂર મળવું આહિસ્તા આહિસ્તા !


તારામાં હું અને મારામાં તું આપણી પળેપળ હોય,

વિશ્વ તારામાં મારું સમાવું આહિસ્તા આહિસ્તા !


આ મહેફીલ આ શમા, પ્યાલીને નશીલો જામ હોય,

નશામાં ઘોળી ગઝલ પીવડાવું આહિસ્તા આહિસ્તા !           


Rate this content
Log in

Similar gujarati poem from Romance