STORYMIRROR

Meenaxi Parmar

Inspirational

4  

Meenaxi Parmar

Inspirational

આહારની વિષમતા

આહારની વિષમતા

1 min
215

તન નિરોગી તો મન રહે નિર્મળ,

અંતરમન રહે આનંદથી છલોછલ.


રોટલી, શાક, દાળ ક્યાંથી ભાવે ?

પિત્ઝા, બર્ગરની છે ભૂખ આ પેઢીને.


દૂધ, છાસ, ફળફળાદિને મૂક્યા એળે,

ઠંડા વાસી પીણાંને પીવે અને પીવડાવે.


અવનવી વાનગી, પકવાન આરોગી,

વણનોતરી આવે પેટની બીમારી.


પેટને ના બનાવો ઉકરડાનું ઘર,

માંદગી બનાવે ખુદને બને લાચાર.


દૂધ, છાશ, શાકભાજી ખાઓ,

કબજિયાત, બીમારી દૂર ભગાઓ.


સમતોલ આહારથી રહો તંદુરસ્ત,

માંદગી લાવે જંક ફાસ્ટ ફૂડ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational