STORYMIRROR

Meena Mangarolia

Tragedy

3  

Meena Mangarolia

Tragedy

આગની ચીસ

આગની ચીસ

1 min
360

સૂરત છે ખૂબસૂરત,

પણ આજ કહેવાયુ,

બદસૂરત,


નાના કૂમળાં ફૂલોની

હાય લાગી આજ સૂરતને,


વહેતી તાપી પણ આજ,

થંભી ગઈ, બાળકડાંની

ચીસોથી....


આગળ પણ મોત,

પાછળ પણ મોત,

હારી ગઈ જિંદગી,

કાળના પંજા સામે,


મોત સામે ઝઝૂમ્યા,

આશભયાઁ આ બાળ સૌ,

મોતને ભેટયા.


આશાઓ , અરમાનો આજ

રોળાઈ ગયા રાખમાં,

નાના ભૂલકાઓનાં....


આજ માબાપ થયા અનાથ,

ચોધાર અશ્રુઓ સાથ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy