આગમનની વાટ
આગમનની વાટ
તમને જોયા બાદ, તમને દિલમાં,
વસાવવા હું બાવરો બની ગયો છું,
આવ્યો હતો તમારો પરિચય કરવા,
અંતે દિલ તમને હું દઈ ચુક્યો છું.
એકલતા ભરેલા આ જીવનમાં હવે,
તમારો પ્રેમ પામવા માટે હું તડપું છું,
તમારા સંગે જીવન વિતાવવા માટે,
મનથી અધીરો હું બની રહ્યો છું.
તમારી સુંદરતાના મોહમાં ડૂબીને,
રાત દિન સપનામાં હું નિહાળું છું,
નિખરતાં તમારા યોવનની અસરમાં,
તન મનથી હુંં બેકાબુ બની ગયો છું.
તમારૂં સાનિધ્ય ઝંખુ છું હું હર પળ,
દિલથી પ્રેમપૂર્વક તમને વિનવું છું,
તમારી સાથે મિલન કરવા માટે હું,
આતુરત બની વાટ જોઈ રહ્યો છું.
તમારા આગમનનાં અણસાર સાથે,
પ્રેમની મહેફિલ હું સજાવી રહ્યો છું,
"મુરલી" તમારી પ્રેમ સરિતામાં ડૂબીને,
પ્રેમ નગર વસાવવા હું ઈચ્છું છું.

