Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Tragedy Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Tragedy Others

આઘાત

આઘાત

1 min
246


કોઈએ આપેલા દર્દનાં પડઘાઓનો ઉજાસ છે આઘાત,
નીરવ એકાંતમાં ખાલીપાનો ખળભળાટ છે આઘાત !

કંઈ ભેદ ભરમ સાચવીને બેઠા છે આ આંસુઓ મારા,
ડૂસકામાં પીડાનો પીગળતો કેવો કારાવાસ છે આઘાત !

કૈક આરઝૂઓના કાફલા સંઘરીને હસે છે આંસુઓ,
ડૂમામાં દબાવી સ્મિત, ભીતરનો રઘવાટ છે આઘાત !

અંજામ પાક ઈશ્કના કેવા કેવા અજીબ હોય છે યારો,
આરંભથી જ વેદનાનાં વનમાં વનવાસ છે આઘાત !

સમયની સરકતી રેતી પર દુઃખી ક્ષણોની ઝાકળ,
ક્યારેક વેરાન રણનો પણ શણગાર છે આઘાત !

ભાંગેલી ભ્રમણાનાં ખંડેર જેવું ઉજ્જડ મનનું નગર,
હવે યાદોના સુસવાટામાં બદલતો આકાર છે આઘાત !

એ છોડીને ગયા છે જ્યારથી સાનિધ્ય મારા ખ્યાલોમાં,
ને સ્નેહથી સ્મૃતિમાં સચવાયેલો સળવળાટ છે આઘાત !

નસ નસમાં દોડે 'પરમ' પ્રેમનો પ્રવાહ અવિરત,
એક રૂહના 'પાગલ' પ્રેમનું ખરૂં પ્રમાણ છે આઘાત !


Rate this content
Log in