આઘાત આપી ગયાં
આઘાત આપી ગયાં
મારાં હ્રદય પર અનેકાનેક પ્રહાર કરી ગયાં,
કઠોર શબ્દોથી પોતાના જ પ્રહાર કરી ગયાં.
કોને જઈને કહું હું વિહવળ હ્રદયની વેદના,
સ્વજનો જ આઘાતની પળો આપી ગયાં.
એકાંતમાં જઈ ડૂસકાંઓની ધાર છૂટી ગઈ,
સ્વજનો જ્યારે ગુસ્સામાં પ્રહાર કરી ગયાં.
મારાં નયનો ઉભરાયા અશ્રુઓની ધારથી,
ભાવહીન શબ્દોથી હ્રદયને જ વીંધતા ગયા.
વાદ-વિવાદ કરીકરીને સ્વજનો વીંધતા રહ્યાં,
ઉપરાછાપરી અનેક આઘાતો આપતાં ગયાં.
કડવાં વેણ બોલીને આઘાત આપતાં રહ્યાં,
સ્વજનો જ દિલને આઘાતોથી વીંધતા ગયાં.
આખરે એક દિન હ્રદય પણ ભાવશૂન્ય થયું,
જ્યારે આઘાતથી પૂરાં અમે દિગ્મૂઢ થઈ ગયાં.
