આગાહી
આગાહી
વરસાદ આવશેની આગાહી તો મળે છે.
પણ તું આવીશ એની આગાહી જો મળે તો...
તો બચેલી જિંદગીમાં થોડા પ્રેમના બીજ વાવી લઉં !
મુઠ્ઠીમાં વરસાદ ભરી કવિતા રચી લઉં,
ડૂબતા શ્વાસોનો પીછો કરી લઉં,
‘તું આવે છે’ ની આગાહી મળે તો.
હસ્તરેખામાં ફરીવાર તારું નામ કોતરી લઉં,
અનાયાસ ખરી પડતા આંસુઓને ઝીલી લઉં,
ચીમળાયેલા સમયને ખંખેરી તાજો કરી લઉં.
પણ ‘તું આવીશ’ એવી આગાહી મળશે ક્યાંયથી ?
હવે આ વિયોગ ના સહન થાય.

