આદત
આદત
તમારી રોજ રોજ મુલાકાત કરવી,
મારી ક્યાં એ આદત હતી ?
તમને રોજ રોજ યાદોમાં પ્રેમ કરવો,
મારી ક્યાં એ આદત હતી ?
તમને ઘડી ઘડી ફોનમાં નિહાળવા,
મારી ક્યાં એ આદત હતી ?
તમને ચૂપકે ચૂપકે મળવું,
મારી ક્યાં એ આદત હતી ?
તમારી સાથે રોજ વાતો કરવી,
મારી ક્યાં એ આદત હતી ?
તમને રોજ મેસેજ કરવા,
મારી ક્યાં એ આદત હતી ?
તમને રોમ રોમ બેશુમાર ચાહવાં,
મારી ક્યા એ આદત હતી ?

