STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Tragedy

4  

Dhanjibhai gadhiya "murali"

Tragedy

આદત તું બંધ કર

આદત તું બંધ કર

1 min
4

તારી રિસાવવાની આદત તું બંધ કર,

ઘરમાં ચીસો પાડવાની આદત તું બંધ કર,

કંટાળી ગયો છું હું તારી આડોડાઈથી,

હવે મને સતાવવાની આદત તું બંધ કર.


નસકોરા ફુલાવવાની આદત તુ બંધ કર,

ડોળા કાઢી ડરાવવાની આદત તું બંધ કર,

નથી ડરતો હું તારા ધુણવાના ધતિંગથી,

હવે મને છંછેડવાની આદત તું બંધ કર.


મને ધમકાવવાની આદત તું બંધ કર,

રોજ નાટકો કરવાની આદત તું બંધ કર,

વારંવાર નારાજ થાય છે તું મારાથી,

હવે રોજ ઝગડવાની આદત તું બંધ કર.


મારી પર વહેમાવાની આદત તું બંધ કર,

રોજ હંગામા કરવાની આદત તું બંધ કર,

મહોલ્લામાં રહેનારા કંટાળ્યા છે "મુરલી", 

હવે આદર્શ પત્નિ બનવાનું તું શરૂ કર.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy