આદત છે તારી
આદત છે તારી
જીવનમાં તારા ફરિયાદોના,
લિસ્ટમાં પણ ફરિયાદની,
આદત છે તારી,
મંદિરની પ્રાર્થનામાં પણ,
પ્રાર્થના સાથે ફરિયાદની,
આદત છે તારી,
તું માળામાં મનનો દોરો
નથી પરોવતો, તો ક્યાં
ફરિયાદની આદત છે મારી ?
તારે ડગલે પગલે તારા કર્મોનું ફળ,
તારી પાસે છતાં ગુનેગાર હું,
એ આદત છે તારી,
ગગનમાં સૂર્ય ચંદ્ર ને તારા,
દરેક જીવોમાં તું શ્રેષ્ઠ તો પણ,
અસંતોષની આદત છે તારી.
