STORYMIRROR

Kiran piyush shah "kajal"

Abstract

3  

Kiran piyush shah "kajal"

Abstract

આદમી છઈએ

આદમી છઈએ

1 min
178

નગુણા ને નઠારા, પણ નવાબી આદમી છઈએ,

શરારત પણ કરીએ કે ગુલાબી આદમી છઈએ,


ન ઊંડાઈ કદી માપી ન જાણ્યું ડૂબી જશું એમાં,

ગમ્યું એવું કર્યું સાચે રૂવાબી આદમી છઈએ,


કદમ પડતા જ મયખાનું જરા જીવી ગયું'તું તો,

મહેફિલો સજાવી એ શરાબી આદમી છઈએ,


ચહેરો જો કદી નજરે પડે એનો સભામાં તો,

ઊઠે તલવાર સાથે એ નકાબી આદમી છઈએ,


ભલે શોધો બુરાઈઓ, મળે જાહેર કરજો ને,

નકામી આદતોની છે ખરાબી, આદમી છઈએ,


સમય પાછો ફરે એતો શક્ય લાગે અહીં સૌને,

મળી જાશે હવે સઘળું જવાબી આદમી છઈએ,


ભરી થાળો કરે ભોજન અહીં સંગાથ રાખીને,

કરે જે મિજબાની એ કબાબી આદમી છઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract