આડંબર
આડંબર
આડંબર સઘળાં હટાવી નીકળ્યો છું
લાગે હવે તો માણસ થઇ નીકળ્યો છું.
સમજાતું હશે કદાચ મૌન પ્રણયે,
પણ હું રૂડો સંવાદ લઇ નીકળ્યો છું.
રસ્તાનો ડર બતાવશો નહીં કદાપિ,
ઠોકરો તો હજાર ખમી નીકળ્યો છું.
ગમશે આવો તમેય આ સફરમાં હવે,
લાગણીભર્યો સંવાદ લઇ નીકળ્યો છું.
ભ્રામક અજવાળા બતાવશો નહીં,
અંતરે એક દીવો કરી નીકળ્યો છું.
દેખાડો કરી મારે ઓળખ શું સાબિત કરવી?
માટે વિના આડંબર ચોખ્ખે ચહેરે નીકળ્યો છું.
