STORYMIRROR

Rekha Patel

Tragedy

4  

Rekha Patel

Tragedy

આબરૂ

આબરૂ

1 min
310

સરેઆમ આબરૂ લૂંટાઈ છે અહીં,

શેતાનોની વાસના જણાય છે અહીં,


મારી મચડીને જિંદગી જીવી ને શું કરું ?

બોલીનાં બોલ કેવાં બોલાય છે અહીં !


આંખોમાં સાપોલિયાં મેં વાસનાનાં જોયાં,

મા, બહેન, દીકરી, પત્નીની લાગણીઓ વિખરાય છે અહીં, 


કરું ફરિયાદ ઈશ્વરને, જન્મ કેમ આપ્યો મને ? 

દીકરીની આબરૂનાં ધજાગરા બંધાય છે અહીં, 


લૂંટનારાઓ તો ચાલ્યાં જશે કેર વર્તાવી, 

કેટલીય ચીસોનાં ચિત્કાર સંભાળાય છે અહીં, 


મારો કોઈ વાંક નથી આ સંસારમાં, 

લાકોની નજરમાં ઈશારાઓ દેખાય છે અહીં, 


"સખી" મને ભીખ દયાની નથી જોઈતી, 

મારો આરોપી ફાંસીએ લટકતો જોવાય છે અહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy