આભલું રંગીન થાતું
આભલું રંગીન થાતું
તાજગીને હાર તોરા લો કરી, આવ્યો હવે શિયાળો,
રાત લાંબી, ટાઢ ઝાઝી રોજની, જામ્યો હવે શિયાળો,
જાય ચોમાસું કરે પધરામણી, હેમંત નોખાં રૂપે,
વાવશે જગતાત રૂડાં ધાન્યને, ફાલ્યો હવે શિયાળો,
આંબળા ભરપૂર મળતાં, જામફળ ને બોર રાતાં પીળા,
ખાવ તંદુરસ્ત કાયા તો થશે, બોલ્યો હવે શિયાળો,
વાયરાથી કંપશે તન, રંક જન તો ઘર વિહોણા ધ્રૂજે,
કહેર વરસી જાય ઠંડી, જાય ના ટાળ્યો શિયાળો,
ઉત્તરાયણ પર્વ લાવ્યો, આભલું રંગીન થાતું,
શોર કરતું ધાબું જગનું, આજ 'શ્રી' ભાવ્યો શિયાળો.
