આભે સવારી
આભે સવારી
આમ જોવા જાય તો આ મન મદારી હોય છે,
આખું જગ ડોલાવવા તેને ધખારી હોય છે.
સાબદા છે એબ બીજાની ઉઘાડી પાડવા,
કયાં કદીયે જાતને કો'એ ટપારી હોય છે?
આમ તો એકાંતવાસી, કયાં કદી કો'ને મળે!
થાય ઊભી જો ગરજ, ઓળખ વધારી હોય છે.
ટાંટિયાને ખેંચવા તૈયાર રે'તો તે સદા,
સાથમાં તો જીભની મોટી કટારી હોય છે.
માન 'સાગર' તેમને દો એટલું ઓછું પડે,
માણસો આવાની તો આભે સવારી હોય છે.
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા