આભાસી રંગોળી
આભાસી રંગોળી


એક રંગોળી રચાઈ તારા આકાશમાં,
એક રંગોળી રચાઈ મારા આકાશમાં,
પણ સરખી પડી ભાત એમાં,
રંગ નીરખી રહી આંખ એમાં,
પહેલો તેેે પ્રેમનો બીજો પરિણયનો,
આછો પ્રસર્યો તો.... થયો ઘાટો એમાં,
ઉપસી રહી મેઘધનુષી છાપ એમાં,
ઊડી રહી આભાસી પ્રીત એમાં,
સમેટી રહી બે હાથથી એના,
કંપી રહી ઉરથી એના,
ઝૂૂંટવી ન જાય કોઈ એનાં,
પૂર્યા જે રંગો સપનામાં.