આભાસ
આભાસ
થયો આભાસ
હૈયે : સળવળાટ
અનુભવાય.
કાળી પછેડી
અંધકારની, થયો
શમણે ભાસ.
એકલતાનો
થતાં જ અહેસાસ,
થાય આભાસ.
હૈયું હરખે
અવકાશી, આભાસ
પ્રભુ પધાર્યા.
પગરવટ
પામતી : અહેસાસે
ખળભળાટ.
શબરી કરે
આભાસ, દરરોજ
રામ નીરખે.
હરણાં દોડે
મૃગજળે, આભાસ
ચોગરદમ.
નીતરે નેણ,
થયો ભાસ, રૂદન
નહીં રોકાય.
ખીલી વસંત
ખરી પાનખર, ભાસે
નવીનતમ.
ઝાંઝવા નીર
ભાસી દોડે, હરણાં
તરસે મરે.
