આભાસ
આભાસ


જોને મને કેવો થયો છે, તારા પ્રેમનો આભાસ
બસ, એક તારો વિશ્વાસ જ મારો શ્વાસ
એ શ્વાસ કદી નહીં થંભે, એવો છે વિશ્વાસ
સદાયે રહુ તારી સંગાથે જ, છે એવો પ્રયાસ
આપણા બેનો કદીય ના છૂટે કોઈ પ્રાશ
ચાંદ સિતારે મઢેલો, આપણા બેનો આવાસ
દૂર કરીયે સાથે મળી, જીવનનો હર કંકાસ
આંગણે વધતો રહે રોજબરોજ હુલ્લાસ
હરદમ ફરતી રહે મારી જિંદગી, તારી ચોપાસ
પ્રેમની ફેલાવીએ આપણે, ચોતરફ મીઠી સુવાસ.